જામનગરના સફાઈ કામદાર યુવાનનું એસ.ટી રોડ પરથી મોટરસાયકલ ચોરાયું

Updated: Mar 21st, 2024


Google NewsGoogle News
જામનગરના સફાઈ કામદાર યુવાનનું એસ.ટી રોડ પરથી મોટરસાયકલ ચોરાયું 1 - image

image : Freepik

જામનગર,તા.21 માર્ચ 2024,ગુરૂવાર

જામનગરમાં કબીર આશ્રમ રોડ પર રહેતા અને જામનગરના સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા એક યુવાનનું એસટી રોડ પરથી મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગરમાં કબીર આશ્રમ રોડ પર ક્રિષ્ના પાર્ક કોલોનીમાં રહેતા અને સફાઈ કામ કરતા વિમલભાઈ તુલસીદાસ નારોલાએ પોતાનું મોટરસાયકલ એસટી ડેપો રોડ પર એક ખાનગી હોસ્પિટલ પાસે પાર્ક કર્યું હતું. જ્યાંથી કોઈ તસ્કરો તેઓનું બાઈક ચોરી કરી ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News