જામનગરમાં મોદીવાડ વિસ્તારમાં બાળકોના ક્રિકેટ રમવા અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા: બાળકના પિતા પર બેટ વડે હુમલો કરાયો

Updated: Dec 12th, 2023


Google NewsGoogle News
જામનગરમાં મોદીવાડ વિસ્તારમાં બાળકોના ક્રિકેટ રમવા અંગેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા: બાળકના પિતા પર બેટ વડે હુમલો કરાયો 1 - image

image : Freepik

જામનગર,તા.12 ડિસેમ્બર 2023,મંગળવાર

જામનગરમાં મોદીવાડ વિસ્તારમાં બાળકોના ક્રિકેટ રમવાના મામલે મોટેરાઓ બાખડી પડ્યા હતા, અને એક બાળકના પિતા પર બીજા બાળકના પિતાએ બેટ વડે હુમલો કરી દીધા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં મોદીવાડ ટીંબાફળીમાં રહેતા સબીરભાઈ અબાસભાઈ છત્રીસા નામના 42 વર્ષના દાઉદી વ્હોરા યુવા ને પોતાના માથા પર બેટ ફટકારી ઇજા પહોંચાડવા અંગે તે જ વિસ્તારમાં રહેતા રિયાઝ કાદરભાઈ ગઝાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીનો પુત્ર વગેરે ક્રિકેટ રમતા હતા, જે દરમિયાન બાળકોમાં ઝઘડો થયો હતો, ત્યારે સબીર ભાઈના પત્ની બાળકોને સમજાવવા જતાં તેજ વિસ્તારમાં રહેતા રીયાઝભાઈ આવી પહોંચ્યા હતા, અને તેણે ઝઘડો કરવાનો શરૂ કર્યો હતો. તેથી સબીરભાઈએ પોતાની પત્ની સાથે ઝઘડો કરવાની ના પાડતાં રિયાઝ ભાઈ ઉશ્કેરાઈ ગયો હતો, અને બેટ વડે હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે.


Google NewsGoogle News