Get The App

જામનગર નજીક પતંગ ઉડાવવાની બાળકોની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા : બે ભાઈઓ પર હુમલો ચાર સામે ફરિયાદ

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક પતંગ ઉડાવવાની બાળકોની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા : બે ભાઈઓ પર હુમલો ચાર સામે ફરિયાદ 1 - image


Jamnagar : જામનગરના બેડી વિસ્તારમાં બાળકોની પતંગ ઉડાવવા બાબતેની તકરારમાં મોટેરાઓ બાખડી પડ્યા હતા, અને બે ભાઈઓ ઉપર ચાર શખ્સોએ ધોકા-પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગર નજીક બેડીમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા સીદીક એલિયાસભાઈ છરેચા નામના 45 વર્ષના વાઘેર યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ પર ધોકા-પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે પાડોશમાં રહેતા આબિદ અલરખા કકલ, ઇશાક અલારખા કકલ, ગુલામ અલારખા કકકલ અને સબીર અલ્લારખા કકકલ સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અને આરોપીના સંતાનો વચ્ચે પતંગ ઉડાડવા બાબતે તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News