Get The App

જામનગરમાં કાલાવડનાકા બહાર બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલાનો મોબાઇલ ફોન તોડી નાખ્યો : આરોપીની અટકાયત

Updated: Jun 10th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કાલાવડનાકા બહાર બે પાડોશીઓ વચ્ચે તકરાર : એક મહિલાનો મોબાઇલ ફોન તોડી નાખ્યો : આરોપીની અટકાયત 1 - image


Crime News Jamnagar : જામનગરમાં કાલાવડ નાકા બહાર રહેતા બે પાડોશીઓ વચ્ચે તકરાર થઈ હતી. જેમાં એક પાડોશીએ પોતાની પાડોશી મહિલાને માર મારી મોબાઇલ ફોન તોડી નાખ્યો હતો. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાવ્યા પછી પોલીસે આરોપીની અટકાયત કરી લીધી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે કાલાવડ નાકા બહાર મહારાજા સોસાયટીમાં રહેતી શહેનાઝબેન ફિરોજભાઈ ખોખર નામની મુસ્લિમ મહિલાએ પોતાને માર મારી, પોતાનો મોબાઈલ ફોન તોડી નાખી રૂપિયા 14,000 નું નુકસાન પહોંચાડવા અંગે પોતાના પાડોશી અફઝલ કાદરભાઈ શમા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર સામાન્ય બાબતમાં બંને પાડોશીઓ વચ્ચે ઝઘડો થયા પછી આ હુમલો કરી તોડફોડ કરાઇ હતી. જે અંગે સીટી એ. ડિવિઝન પોલીસએ આરોપી અફઝલ શમાની અટકાયત કરી લીધી છે.


Google NewsGoogle News