જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચે તકરાર: વૃદ્ધ મહિલા અને તેના પુત્ર તથા પુત્રવધુ પર હુમલો
Image Source: Freepik
વિફરેલા પાડોશીએ વીજવાયર કાપી નાખી બાઇક માં પણ તોડફોડ કરી નુકસાની કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર, તા. 13 ફેબ્રુઆરી 2024 મંગળવાર
જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી એક પ્રૌઢ મહિલાએ પોતાના ઉપર તેમજ પોતાના પુત્ર અને પુત્રવધુ ને માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતાના પુત્રના મોટરસાયકલમાં તોડફોડ કરવા અંગે અને પોતાના ધરમાં આવતો વીજ વાયર કાપી નાખવા અંગે પાડોશી સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર શંકર ટેકરી વિસ્તારમાં રહેતા જશુબેન મહેન્દ્રભાઈ ચાંદ્રા નામના ૫૮ વર્ષના ભાનુશાળી મહિલાએ પોતાને તેમજ પોતાના પુત્ર પિયુષ ઉપરાંત પુત્ર વધુ કાજલ ને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે તેમજ પોતાના પુત્રના મોટરસાયકલ માં ધોકા મારી તોડફોડ કરવા અંગે, અને પોતાના ઘરમાં આવતો વીજવાયર કાપી નાખવા અંગે પાડોશમાં રહેતા કમલેશ મોહનદાસ નિમાવત સામે ફરિયાદ નોંધાવી છે.
બન્ને પાડોશીઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ગજગ્રાહ ચાલતો હોવાથી ઉસકેરાયેલા પાડોસીએ હુમલો કરી તોડફોડ કરી હતી. જે મામલે સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઇ છે.