Get The App

જોડીયા તાલુકાના મેઘપર ગામમાં બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયા પછી તકરાર: સામસામે હુમલાની ફરિયાદ

Updated: Nov 18th, 2023


Google NewsGoogle News
જોડીયા તાલુકાના મેઘપર ગામમાં બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી થયા પછી તકરાર: સામસામે હુમલાની ફરિયાદ 1 - image


Image Source: Freepik

જોડીયા તાલુકાના વાઘા ગામના ખેડૂત યુવાન પર પાડોશીઓનો હુમલો

લાલપુરના ધરાર નગર વિસ્તારમાં વિજ બિલ ભરવાના પ્રશ્ને પરિવારનાજ સભ્યો વચ્ચે તકરાર

જામનગર, તા. 18 નવેમ્બર 2023 શનિવાર

જામનગર જિલ્લાના જોડીયા અને લાલપુરમાં મારામારીના ત્રણ બનાવો બન્યા છે, અને હુમલા અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

સૌપ્રથમ બનાવ જોડીયા તાલુકાના મેઘપર ગામમાં બન્યો હતો. ત્યાં બે પાડોશીઓ વચ્ચે સામાન્ય બાબતમાં તકરાર થઈ હતી, અને સામસામમાં હુમલા કરાયા હતા.જેમાં પાર્વતીબેન શાંતિલાલ ગોહિલ નામના ૬૫ વર્ષના વૃદ્ધ મહિલાએ પોતાના ઉપર હુમલો કરવા અંગે પાડોશી નરશીભાઈ બેચરભાઈ સાપરિયા સામે ફરિયાદ નોંધાવી છે. જયારે સામા પક્ષે નરશીભાઈ બેચરભાઈ સાપરીયા એ પોતાના પર હુમલો કરવા અંગે  શાંતિલાલ નરશીભાઈ ગોહિલ અને પાર્વતીબેન શાંતિલાલ ગોહિલ નામના દંપતિ સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

મારામારી નો બીજો બનાવ જોડીયા તાલુકાના વાઘા ગામમાં બન્યો હતો. જ્યાં ટ્રેક્ટર ચલાવવાના પ્રશ્ન ચંદુભાઈ દેવાયતભાઈ નામના ખેડૂત યુવાને પોતાના પર હુમલો કરવા અંગે પાડોશી રમેશભાઈ ભવાનભાઈ મૈયર અને શોભનાબેન રમેશભાઈ મૈયડ સામે ફરિયાદ નોંધાવી છે.

મારા મારીનો ત્રીજો બનાવ લાલપુરમાં ધરાર નગર વિસ્તારમાં બન્યો હતો. જ્યાં લાઈટ બિલ ભરવાના પ્રશ્ન એકજ પરિવાર ના સભ્યો વચ્ચે તકરાર થયા પછી જુમાભાઇ નૂર મહંમદભાઈ ચૌહાણ નામના ૩૭ વર્ષના યુવાને પોતાના ઉપર હુમલો કરવા અંગે આસીફ જુમાભાઈ ચૌહાણ, તોસીફ જુમાભાઈ ચૌહાણ તથા રહેમતબેન જુમાભાઈ ચૌહાણ સામે ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News