Get The App

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગેની માહિતી અપાઇ

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગેની માહિતી અપાઇ 1 - image


- જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગેની માહિતી અપાઇ

જામનગર,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

જામનગરના નવાગામ વિસ્તારમાં ગઈકાલે તારીખ 21-2-2024 ના રોજ ભાજપના વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર કેશુભાઈ માડમની ઓફિસે પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગના નાયબ ઇજનેર તથા જુનિયર ઈજનેર તથા કર્મચારી સ્ટાફ દ્વારા પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજનાની માહિતી આપવામાં આવી. 

આ યોજના અંતર્ગત સરકાર દ્વારા સોલાર રૂફટોપ લગાવવા અર્થે ગ્રાહકોને આપવામાં આવતી સબસીડીમાં ધરખમ વધારો કરવામાં આવેલો છે, તેવું લોકોને સમજાવવામાં આવ્યું હતું. સોલાર રૂફટોપ અપનાવવાથી વીજળીની બચત પણ કરી શકાય છે, અને દર માસે આવતા વીજ બીલની રકમ ભરવા માટે પણ મુક્તિ મેળવી શકાય છે, તેમજ સોલાર દ્વારા વીજળી ઉત્પન્ન થવાથી આ વીજળી ગ્રીન એનર્જી હોવાથી આપણા ઘરને ફાયદો થાય છે, તેની સાથે સાથે સમાજ અને દેશને પણ ફાયદો થાય છે. 

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા નાગરિકોને પ્રધાનમંત્રી સૂર્ય ઘર મફત વીજળી યોજના અંગેની માહિતી અપાઇ 2 - image

સોલાર પ્લાન્ટ લગાવવાથી પર્યાવરણને થતું નુકસાન ઘટાડવામાં યોગદાન આપી શકાય છે. વિગેરે જેવા ફાયદાઓ લોકો સમક્ષ સમજાવવામાં આવ્યા હતા. સોલાર રૂફટોપ યોજના અંતર્ગત ગ્રાહકો દ્વારા કરવાની થતી કાર્યવાહી પૈકીની વિગતો સમજાવવામાં આવી હતી. ગ્રાહકો દ્વારા ફક્ત વીજ બીલમાંથી ગ્રાહક નંબર તથા તેમના હાલના મોબાઈલ નંબર હોવા જરૂરી છે, અને મોબાઈલ ઉપરથી જ નેશનલ પોર્ટલ ઉપર ક્લિક કરી રજીસ્ટ્રેશન નોંધાવવા માટે આ કાર્યક્રમ અંતર્ગત લોકોને અપીલ કરવામાં આવી હતી. સોલાર રૂફટોપ પ્લાન્ટ અંગેના ફાયદાઓની સમજથી સ્થળ ઉપર હાજર ઘણા લોકો દ્વારા હકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો.

આ મુલાકાત દરમિયાન સ્થાનિક આગેવાનો તથા કોર્પોરેટર્સ કેશુભાઈ માડમ પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે પણ લોકોને સોલાર રૂફટોપ અપનાવવા માટે આ યોજનાનો અને સબસીડીનો લાભ લેવા લોકો સમક્ષ અપીલ કરવામાં આવી. તેમજ કાર્યક્રમમાં જ કેશુભાઈ માડમ દ્વારા પોતાના મોબાઈલમાંથી રજીસ્ટ્રેશન કરાવી સોલાર રૂફટોપ અપનાવવાની પહેલ દર્શાવવામાં આવી હતી. પીજીવીસીએલ સેન્ટ્રલ ઝોન પેટા વિભાગ દ્વારા સોલાર રૂફટોપ અપનાવવા અંગેની અપીલ તથા તેના રજીસ્ટ્રેશન માટેની સંપૂર્ણ વિગત કાર્યક્રમ સમક્ષ રજૂ કરતા લોકોમાં સારો પ્રતિસાદ મળ્યો છે, સોલાર રૂફટોપ માટે સબસીડી સિવાયની રકમ માટે લોન પણ બેંક દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે તેની પણ માહિતી આપવામાં આવી હતી.


Google NewsGoogle News