જામનગરના રસોઈ ડેમ પાસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલો છોટા હાથી મળી આવ્યું, 6.27 લાખનો મુદ્દામાલ કબજે

Updated: Aug 14th, 2024


Google NewsGoogle News
જામનગરના રસોઈ ડેમ પાસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલો છોટા હાથી મળી આવ્યું, 6.27 લાખનો મુદ્દામાલ કબજે 1 - image


Jamnagar Liqour Crime : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સસોઈ ડેમ તરફ જવાના માર્ગે બાવળની ઝાડીમાં એક છોટા હાથીને સંતાડવામાં આવ્યું છે અને ભુસાના બાચકાની નીચે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરીને આયાત કરવામાં આવ્યો છે. તેવી બાતમીના આધારે લાલપુર પોલીસે મોડી રાત્રે ટોર્ચના અજવાળે દરોડો પાડયો હતો અને માતબર ઇંગ્લિશ દારૂ અને બીયરનો જથ્થો તેમજ છોટા હાથી વગેરે કબજે કરી લીધા છે.

લાલપુરના પીએસઆઇ તેમજ સ્ટાફની ટીમ દ્વારા પૂર્વ બાતમીના આધારે સસોઈ ડેમ તરફ જવાના માર્ગે મોડી રાત્રે ટોર્ચ લાઈટ સાથે પહોંચી જઈ દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન બાવળની જાળીમાં સંતાડેલું જીજે.24 એક્સ 6081 નંબરનું છોટા હાથી મળી આવ્યું હતું. 

જામનગરના રસોઈ ડેમ પાસે ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ભરેલો છોટા હાથી મળી આવ્યું, 6.27 લાખનો મુદ્દામાલ કબજે 2 - image

જેની તલાસી લેતાં તેમાં ઉપર ભુસાના બાચકા ભરેલા હતા, પરંતુ તેને હટાવીને નિરીક્ષણ કરતાં નીચેથી 51 જેટલા બોક્સ મળી આવ્યા હતા, જેની અંદર બિયરના 1296 નંગ ટીમ તથા ઇંગ્લિશ દારૂની જુદી જુદી બ્રાન્ડની નાની મોટી બાટલીઓનો જથ્થો મળી આવ્યો હતો.આથી પોલીસે કુલ 2,77,370 ની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો અને છોટાહાથી સહિત રૂપિયા 6.27 લાખની માલમતા કબજે કરી લીધી છે.

 ઉપરોક્ત દારૂ  રાજસ્થાન તરફથી આયાત થયો હોવાનું અને છોટાહાથી પાટણ પાસિંગનું હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કોઈ બુટલેગર દ્વારા દારૂ આયાત કરીને સંતાડવામાં આવ્યો હતો, અને તેનું કટીંગ થાય તે પહેલા જ લાલપુર પોલીસની ચટુકડી ત્રાટકી હતી, અને મુદ્દામાલ કબજે કરી લીધો છે જે દારૂનો જથ્થો મૂકી જનાર તેમજ મંગાવનાર બુટલેગરોને લાલપુર પોલીસ શોધી રહી છે.


Google NewsGoogle News