જામનગરમાં વરસાદી સીઝનની સાથે કોલેરા વકર્યો: શહેરી વિસ્તારમાં ચાર કોલેરા પોઝિટિવ કેસ નોંધાયા
Image: Freepik
જામનગર શહેરમાં વરસાદી સીઝનની સાથે સાથે રોગચાળો પણ વકર્યો છે, અને કોલેરા પોઝિટિવ ના કેસો સામે આવી રહ્યા છે. જામનગરના શહેરી વિસ્તારના એકીસાથે ચાર દર્દીઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જે ચારેય દર્દીઓના કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળ્યા છે, અને હોસ્પિટલના તંત્ર દ્વારા ચારેય ની અલાયદી સારવાર કરવામાં આવી રહી છે.
જોકે એક બાળકી ની તબિયતમાં સુધારો થયો છે. બાકીના અન્ય સારવાર હેઠળ છે. જામનગર ના આરોગ્યતંત્ર દ્વારા કોલેરા પોઝીટીવ દર્દીઓના પરિવારજનોના સેમ્પલો પણ લેવામાં આવી રહ્યા છે, તેમ જ જરૂરી દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. હોસ્પિટલના તંત્ર દ્વારા પણ કોલેરાના દર્દીઓની સારવાર માટેની અલગથી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.