Get The App

જામનગરની તબીબી વિદ્યાર્થીનીનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ

Updated: Jul 9th, 2024


Google NewsGoogle News
જામનગરની તબીબી વિદ્યાર્થીનીનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળતાં જી.જી. હોસ્પિટલમાં દાખલ 1 - image


Jamnagar Cholera Case : જામનગર શહેરમાં કોલેરા પોઝિટિવનો વધુ એક કેસ સામે આવ્યો છે. મૂળ જામનગરની અને હાલ વડોદરામાં તબીબી અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનેનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે, અને તેણીને સારવાર માટે જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

વડોદરાની મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કે જે હાલ જામનગર પોતાના ઘેર આવી હતી, અને તેણીને બીમારી સબબ જી.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, અને તેણીનો કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળ્યો છે.

 આ ઉપરાંત ધરાર નગર વિસ્તારના એક બાળકને બે દિવસ પહેલાં કોલેરા પોઝિટિવ રિપોર્ટ મળ્યો હોવાથી જી.જી.હોસ્પિટલમાં દાખલ કરાયો હતો, જેથી હાલ જી.જી.હોસ્પિટલમાં બે દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે.


Google NewsGoogle News