જામજોધપુરના પરડવા ગામમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું પાણીની મોટરના સ્ટાર્ટરમાંથી વીજ આંચકો લાગતાં અપમૃત્યુ

Updated: Oct 26th, 2023


Google NewsGoogle News
જામજોધપુરના પરડવા ગામમાં રહેતા શ્રમિક પરિવારના બાળકનું પાણીની મોટરના સ્ટાર્ટરમાંથી વીજ આંચકો લાગતાં અપમૃત્યુ 1 - image

image : Freepik

જામનગર,તા.26 ઓક્ટોબર 2023,ગુરૂવાર

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના પરડવા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેતમજૂરી કામ કરતા શ્રમિક પરિવારના બાળકનું રમતાં રમતાં પાણીની મોટરના સ્ટાર્ટરને અડી જતાં વીજ આંચકો લાગવાથી મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ જામજોધપુર તાલુકાના પરડવા ગામના ખેડૂત સંજયભાઈ હાજાભાઇ ઓડેદરાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતા મેતાબભાઈ જામસિંહ બડોલે નામના આદિવાસી ખેત મજૂરનો માસુમ બાળકો અનંત કે જે વાડીમાં રમતો હતો, જે દરમિયાન પાણીની મોટરના સ્ટાર્ટરમાંથી તેને વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું મૃત્યુ નીપજ્યું હતું.

 જે બનાવ અંગે મૃતકના પિતા મેતાબભાઈએ પોલીસમાં જાણ કરતાં જામજોધપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News