જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં યુવાનની હત્યા નિપજાવનાર બાળ આરોપી નીકળ્યો

Updated: Jun 25th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં યુવાનની હત્યા નિપજાવનાર બાળ આરોપી નીકળ્યો 1 - image

image : Freepik

Jamnagar Murder Case : જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા એક યુવાન પર સ્થાનિક શખ્સે છરી વડે હુમલો કરી દઇ હત્યા નીપજાવી હતી, જે પ્રકરણમાં અનૈતિક સંબંધો કારણભૂત હોવાનું સામે આવ્યું હતું. જે આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરી લેવામાં આવી છે, અને તે સગીર વયનો હોવાથી તેને રાજકોટ બાળ સુધાર ગ્રહમાં મોકલી દેવાયો છે.

જામનગર નજીક હાપા ખારી વિસ્તારમાં રહેતા વિજસુર ધાનસુર વીર નામના 21 વર્ષના યુવાન પર શનિવારે બપોરે સાડા ત્રણેક વાગ્યાના અરસામાં હાપા ખારી વિસ્તારમાંજ રહેતા એક શખ્સે જૂની અદાવતનું મનદુઃખ રાખીને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.

જે પ્રકરણમાં પંચકોશી એ. ડિવિઝનના પીએસઆઇ એ.કે.પટેલ અને તેમની ટીમે શખ્સ સામે હત્યા અંગેનો ગુનો નોંધ્યો હતો. પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી હતી, દરમિયાન તેની ઉમર પુખ્ત વયની નહીં હોવાનું અને તે સગીર વયનો હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, તેથી પોલીસે તેને રાજકોટ બાળ સુધારગ્રુહમાં રજૂ કરી ત્યાં મોકલી દેવામાં આવ્યો છે. ઉપરાંત હત્યામાં વપરાયેલી છરી કબજે કરી છે.


Google NewsGoogle News