જામનગરના નવીવાસ તેમજ ચૌહાણ ફળીમાં વીજતંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી

Updated: Nov 24th, 2023


Google NewsGoogle News
જામનગરના નવીવાસ તેમજ ચૌહાણ ફળીમાં વીજતંત્ર દ્વારા ચેકિંગની કાર્યવાહી 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 24 નવેમ્બર 2023 શુક્રવાર

પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના જામનગર સર્કલ હેઠળના સેન્ટ્રલ ઝોન સબ ડિવિઝનની ટીમ દ્વારા વીજચોરી ડામવા આજે વહેલી સવારથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 

જે અંતર્ગત શહેરના રણજિત રોડ પર આવેલ નવીવાસ તેમજ ચૌહાણ ફળીમાં આજે સવારથી વીજ ચેકિંગની ટૂકડી દ્વારા પોલીસની મદદથી વ્યવસાયિક એકમો તેમજ રહેણાંક ઘરોમાં મીટરો ચેક કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ કાર્યવાહીને લઈ વીજચોરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે.


Google NewsGoogle News