Get The App

જામનગર જિલ્લામાં વિજ તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ચેકિંગ: વધુ રૂપિયા ૧૪.૧૦ લાખની વિજ ચોરી ઝડપાઈ

Updated: Mar 13th, 2024


Google NewsGoogle News
જામનગર જિલ્લામાં વિજ તંત્ર દ્વારા સતત ત્રીજા દિવસે ચેકિંગ: વધુ રૂપિયા ૧૪.૧૦ લાખની વિજ ચોરી ઝડપાઈ 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 13 માર્ચ 2024 બુધવાર

જામનગર પીજીવીસીએલ કચેરી દ્વારા છેલ્લા ત્રણેક દિવસ થી હાલાર  પંથકમાં પાવર ચોરી ઝડપી લેવા માટે ચેકિંગ કામગીરી કરવામાં આવી રહી છે. આજે પણ ચેકીંગ દરમ્યાન  રૂ. ૧૪.૧૦ લાખ  ની પાવર ચોરી ઝડપી લેવામાં આવી છે.

પીજીવીસીએલ ના કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત આજે જામનગર શહેર ના ગોકુળનગર , પાણાખાણ અને બેડી રીંગ રોડ તેમજ કાલાવડ તાલુકા નાં નાના પાંચ દેવડામોટા પાંચ દેવડા અને છતર ગામમાં વીજ ચેકીંગ કરવામાં આવ્યું હતું. ૧૬  ટીમ દ્વારા કરાયેલી કામગીરી  દરમિયાન કુલ ૨૦૨ વીજ જોડાણ  તપાસવામાં આવ્યા હતા, અને તેમાંથી ૨૫ વીજ જોડાણમાં ગેરરીતિ  જણાતાં આવા આસામીઓને રૂપિયા ૧૪.૧૦ લાખ ના  વીજ બિલો આપવામાં આવ્યા હતા.


Google NewsGoogle News