જામનગરની જેલમાંથી પેરોલ પર છુટીને ફરાર થઈ ગયેલા ચકચારી ગેંગરેપના આરોપીને નડિયાદ પાસેથી ઝડપી લેવાયો
જામનગરના સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં વર્ષ ૨૦૧૪માં એક યુવતી સાથે ગેંગરેપ કરી તેને મરી જવા માટે મજબૂર કરવા અંગેનો ગુનો નોંધાયો હતો, તેમાં પરેશ ભાયાભાઈ હાથલીયા નામના શખ્સની અટકાયત કરાઈ હતી, અને તેને જેલ હવાલે કરાયો હતો. જે આરોપીને ૧૪ દિવસના વચગાળાના જામીન અપાયા હતા, અને પેરોલ પર છૂટ્યા બાદ આરોપી ભાગી છુટ્યો હતો, અને લાંબા સમયથી નાસ્તો ફરતો રહ્યો હતો.
ઉપરોક્ત આરોપી નડિયાદ વિસ્તારમાં રખડી રહ્યો છે, તેવી બાતમી ના આધારે જામનગરની પેરોલ ફર્લો સ્કોવોર્ડ ની ટુકડી એ નડિયાદમાં ધામા નાખ્યા હતા, અને પીપલાદ ચોકડી પાસેથી આરોપી પરેશ હાથલિયાને ઝડપી લેવાયો હતો, અને તેને જામનગર લઈ આવ્યા પછી જેલ હવાલે કરવામાં આવ્યો છે.