જામનગરમાં બંગાળી પરિવાર દ્વારા ચાંદી બજાર વિસ્તારમાં મા દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી

Updated: Oct 23rd, 2023


Google NewsGoogle News
જામનગરમાં બંગાળી પરિવાર દ્વારા ચાંદી બજાર વિસ્તારમાં મા દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી 1 - image


જામનગર, તા. 23 ઓક્ટોબર 2023 સોમવાર

જામનગરના ચાંદી બઝાર વિસ્તારમાં પ્રતિ વર્ષ બંગાળી પરિવાર દ્વારા મા દુર્ગા પૂજા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે, જે પરંપરા આ વખતે પણ જાળવવામાં આવી છે, અને ચાંદી બજારના ચોકમાં મા દુર્ગા ની પ્રતિમા સ્થાપિત કરી ને મા દુર્ગા મહોત્સવ ઉજવાઇ રહ્યો છે. 

જેમાં જામનગર શહેરના મેયર, ડેપ્યુટી મેયર સહિતના અનેક મહાનુભાવો એ દુર્ગામા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જામનગરમાં બંગાળી પરિવાર દ્વારા ચાંદી બજાર વિસ્તારમાં મા દુર્ગાપૂજા મહોત્સવની ઉજવણી 2 - image

ચાંદી બજાર મધ્યે બંગાળી પરિવાર દ્વારા પરંપરાગત રીતે ઉજવવામાં આવતા દુર્ગાપુજા ઉત્સવમાં મા દુર્ગાના દર્શન કરવા માટે જામનગરના પ્રથમ નાગરિક વિનોદ ખીમસૂરિયા, શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા ઉપસ્થિત રહ્યા હતા, અને મા ના દર્શન પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.

જેઓની સાથે વોર્ડ ૯ ના ભાજપ ના કાર્યકરો, બંગાળી પરિવારના સભ્યો,5 ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકરો તથા અન્ય નગરજની તેમ જોડાયા હતા, અને દર્શનનો લ્હાવો લીધો હતો.


Google NewsGoogle News