જામનગરમાં હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી : હનુમાન મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી
Hanuman Jayanti in Jamnagar : 'છોટીકાશી' કહેવાતા જામનગરમાં આજે હનુમાન જયંતિની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હનુમાન મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ જામી હતી.
શેરી-ગલીઓમાં પણ આવેલ હનુમાનજીની ડેરીઓમાં પણ સ્થાનિકો દ્વારા હનુમાન ચાલીસાનાં પાઠ, સુંદરકાંડ પાઠ વગેરે ધર્મકાર્યો તથા વાડીઓમાં બટુક ભોજનનાં કાર્યક્રમો યોજી ધર્મોત્સવ ઉજવાયો હતો.