જામનગરની ગુજરી બજારમાં મહિલાના પર્સમાંથી રોકડ રકમ અને સોનાના ચેઇનની ઉઠાંતરી

Updated: Dec 25th, 2023


Google NewsGoogle News
જામનગરની ગુજરી બજારમાં મહિલાના પર્સમાંથી રોકડ રકમ અને સોનાના ચેઇનની ઉઠાંતરી 1 - image

image : Freepik

જામનગર,તા.25 ડિસેમ્બર 2023,સોમવાર

જામનગરના પ્રદર્શન મેદાનમાં ભરાતી ગુજરી બજાર દરમિયાન એક મહિલાના પર્સમાંથી રૂપિયા 2,000ની રોકડ અને 38,000 ની કિંમતના સોનાના ચેઇનની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં ઓધવ નગરમાં રહેતી અંજલીબેન શાંતિલાલ ગજરા નામની 23 વર્ષ યુવતી, કે જે ગત 22મી તારીખે સવારે 11.00 વાગ્યાના અરસામાં પ્રદર્શન મેદાનમાં ભરાતી ગુજરી બજારમાં ગઈ હતી, દરમિયાન ભીડનો લાભ લઈ કોઈ તસ્કરે તેમના પર્સમાંથી રૂપિયા 2,000ની રોકડ રકમ અને રૂપિયા 38,000 ની કિંમતના બે તોલા સોનાના ચેન સહિત 40 હજારની માલમત્તાની ચોરી કરી ગયા હતા.

 જે બનાવ અંગે સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે તસ્કરને શોધવા માટે તપાસ શરૂ કરી છે.


Google NewsGoogle News