જામનગર શહેરમાંથી બાઈક અને મેઘપરમાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી

Updated: Sep 14th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાંથી બાઈક અને મેઘપરમાંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી 1 - image


Jamnagar Theft Case : જામનગરમાંથી બાઈક અને મેઘપર ગામે ભરાતી ગુજરી બજારમાંથી મોબાઈલ ફોનની કોઈ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવાતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

 પ્રાપ્ત વિગત મુજબ જામગરમાં ગોકુલનગર વિસ્તારમાંથી માલદેભાઈ ભીમાભાઈ નંદાણિયાની માલિકીનું જીજે10 બીએમ 3464 નંબરનું એક્ટિવા કોઈ ચોરી કરી લઈ ગયાની તેણે સિટી સી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આગળની તપાસ ચલાવી રહી છે.

 જ્યારે જામનગરના મેઘપર ગામે રામદૂત નગર વિસ્તારમાં ભરાતી ગુર્જરી બજારમાંથી દેવેન્દ્ર દિગંબર નિશાદ નામના યુવાનનો મોબાઈલ ફોન કોઈ ચોરી કરી લઈ ગયાની તેણે મેઘપર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News