Get The App

જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં આવેલી ઉપલેટાના વૃદ્ધ મહિલાની જમીન પચાવી પાડનાર પિતા પુત્ર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબીંગ અંગે ગુનો નોંધાયો

Updated: Sep 1st, 2024


Google NewsGoogle News
જામજોધપુર તાલુકાના સડોદર ગામમાં આવેલી ઉપલેટાના વૃદ્ધ મહિલાની જમીન પચાવી પાડનાર પિતા પુત્ર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબીંગ   અંગે ગુનો નોંધાયો 1 - image


Image Source: Freepik

જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં આવેલી ઉપલેટાના રહેવાસી મહિલાની ખેતીની જમીન પર કબજો જમાવી દઈ ખાલી નહીં કરનાર સડોદર ગામના પિતા પુત્ર સહિત ત્રણ સામે લેન્ડ ગ્રેબિંગ અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકા ના સડોદર ગામમાં આવેલી ખેતીની જમીન, કે જેની માલિકી હાલ ઉપલેટા તાલુકાના ખીરસરા ગામમાં રહેતા રંભાબેન ગોવાભાઇ ગાજણોતર ની માલિકીની છે. જે જગ્યામાં સડોદર ગામના પિતા પુત્રો વ્રજલાલ ઠાકરશીભાઈ દુધાગરા, અને નિકુંજ વૃજલાલભાઈ તથા હિતેશ વ્રજલાલભાઈ દુધાગરાએ પેશકદમી કરી લીધી હતી. 

જે જમીન ખાલી કરવા માટે ફરિયાદીએ અનેકવાર રજુઆત કરવા છતાં જમીન ખાલી કરી ન હતી, જેથી મામલો જામનગર ના જિલ્લા કલેક્ટર સમસ લઈ જવાયો હતો, અને લેન્ડ ગ્રેબિંગ અંગે અરજી કરવામાં આવી હતી.

જેની તપાસ ના અંતે જમીનમાં પેશકદમી થઈ હોવાનું સામે આવ્યું હતું, અને જિલ્લા કલેકટર દ્વારા આ મામલે ગુનો નોંધવા જિલ્લા પોલીસવડાને આદેશ કરાયો હતો. આથી ત્રણેય પિતા પુત્રો સામે શેઠ વડાળા પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. 


Google NewsGoogle News