Get The App

જામનગરમાં અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હૃદયરોગ નિષ્ણાત ડૉ. ગૌરવ ગાંધીનું આજે હૃદય થંભી ગયું

Updated: Jun 6th, 2023

GS TEAM


Google News
Google News
જામનગરમાં અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હૃદયરોગ નિષ્ણાત ડૉ. ગૌરવ ગાંધીનું આજે હૃદય થંભી ગયું 1 - image


જામનગરના સૌપ્રથમ કાર્ડિયોલોજીસ્ટ તબીબના યુવા વયે નિધન ને લઈને સમગ્ર તબીબી આલમ માં ભારે શોક છવાયો

જામનગર, તા. 6 જૂન 2023 મંગળવાર

જામનગર શહેર જિલ્લાના અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હૃદય રોગના નિષ્ણાત ડૉ. ગૌરવ ગાંધીનું આજે વહેલી સવારે માત્ર ૪૧ વર્ષની યુવા વયે હૃદય થંભી જતાં જામનગરના તબીબી આલમમાં ભારે શોકની લાગણી છવાઇ છે, જ્યારે ડો. ગૌરાવ ગાંધી નો પરિવાર સ્તબ્ધ બની ગયો છે.

જામનગરના સૌપ્રથમ કાર્ડિયોલોજીસ્ટ કહી શકાય એવા યુવા તબીબી કે જેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકેની સેવા આપવા આવી રહ્યા હતા, જ્યારે તેઓ જામનગરની શારદા ક્રિટિકલ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. જેઓ એ જામનગર શહેર જિલ્લાના અનેક હૃદય રોગના દર્દીઓનો હૃદયને ધબકતું રાખવા માટેના પ્રયત્નો કર્યા છે, તેમનું આજે સવારે એકાએક હૃદય બંધ પડી ગયું હતું.

જામનગરમાં અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હૃદયરોગ નિષ્ણાત ડૉ. ગૌરવ ગાંધીનું આજે હૃદય થંભી ગયું 2 - image

ડો. ગૌરવ ગાંધી કે જેઓ જામનગરમાં શરૂ સેક્શન રોડ પર સામ્રાજ્ય એપાર્ટમેન્ટના ત્રીજા માળે પોતાના માતા- પિતા તેમજ પત્ની ડો. દેવાંશી, કે જે ડેન્ટિસ્ટ છે, તેમજ પુત્ર પ્રખર (૬વર્ષ) અને પુત્રી ધનશ્રી (૭વર્ષ) કે જેઓની સાથે રહે છે.

તેમને આજે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેર છાતિમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી ૧૦૮ નંબરની ટીમને જાણ કરવામાં આવી હતી, અને ૧૦૮ ની ટુકડી તાત્કાલિક અસરથી ડો. ગૌરવ ગાંધીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી, જ્યાં હોસ્પિટલ ના તમામ તબીબો દ્વારા તેઓને સારવાર આપવા માટેના અથાક પ્રયત્નો કરાયા હતા. પરંતુ તેઓનું હૃદય આખરે થંભી ગયું હતું. જેથી સમગ્ર તબીબીઆલમમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. આ દુઃખદ સમાચાર ની જાણ થતાં જામનગર શહેરના અનેક તબીબો જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા, અને ભારે ગમગીની છવાઈ હતી.જેમના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવ્યા પછી તેમના અન્ય કુટુંબીજનો કે જેઓ બહારગામ થી આવ્યા પછી અંતિમયાત્રા કાઢવાનું નક્કી કરાયું છે.

Tags :