જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર થયા પછી કારમાં તોડફોડ : બે સામે ફરીયાદ

Updated: Jun 22nd, 2024


Google NewsGoogle News
જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં કાર પાર્કિંગના મુદ્દે તકરાર થયા પછી કારમાં તોડફોડ : બે સામે ફરીયાદ 1 - image


Crime in Jamnagar : જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં ગઈકાલે સાંજે એક હોટલ નજીક કાર પાર્કિંગ કરવાના મુદ્દે બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને હોટલ સંચાલક દ્વારા કારમાં તોડફોડ કરી નુકસાની કરવા અંગેની ફરિયાદ નોંધાવાઈ હતી. જયારે સામા પક્ષે હોટલમાં પણ તોડફોડ કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 જામનગરમાં નારાયણ નગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ રામભાઈ જેઠા નામના 40 વર્ષના આહિર યુવાને પોતાની જી.જે.10-ટી.વાય.5655 નંબરની કારમાં તલવાર તથા પથ્થર મારી તોડફોડ કરી નાખી કારમાં નુકસાની પહોંચાડવા અંગે બનારસી ઢોસા વાળા મહેન્દ્રસિંહ જાડેજા તથા તેના ભત્રીજા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

 જે મામલાને લઈને ગુલાબ નગર વિસ્તારમાં તંગ વાતાવરણ બન્યું હતું, અને લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસ ટુકડી બનાવના સ્થળે દોડતી થઈ હતી, અને હોટલ સંચાલક કાકા ભત્રીજા સામે ગુન્હો નોંધ્યો છે.

 દરમિયાન મોડેથી સામાં જૂથ વાળાની હોટલમાં પણ કાચ ટેબલ વગેરેમાં તોડફોડ કરી નાખી નુકસાની પહોંચાડવા અંગેનો મામલો સામે આવ્યો હતો, અને તે અંગે પણ પડતી ફરિયાદ નોંધવા કાર્યવાહી કરવામાં આવી છે.


Google NewsGoogle News