Get The App

જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક ટ્રાફિક શાખાની ડ્રાઇવ દરમિયાન પોલીસનું બોર્ડ લગાવીને નીકળેલો કાર ચાલક પકડાયો

Updated: Apr 9th, 2024


Google NewsGoogle News
જામનગરમાં સાત રસ્તા સર્કલ નજીક ટ્રાફિક શાખાની ડ્રાઇવ દરમિયાન પોલીસનું બોર્ડ લગાવીને નીકળેલો કાર ચાલક પકડાયો 1 - image

image : Freepik

Traffic Drive in Jamnagar : જામનગરમાં સાત રસ્તા સર્કલ વિસ્તારમાં ગઈકાલે ટ્રાફિક શાખા દ્વારા ડ્રાઇવ રાખવામાં આવી હતી, જે દરમિયાન ખંભાળિયાનો એક કાર ચાલક પોતાની કારના ડેસ્ક બોર્ડ પર પોતે કોઈપણ પ્રકારનો પોલીસ અથવા આર્મીનો રાજ્ય સેવક ન હોવા છતાં તેની ખોટી ઓળખ ઉભી કરી ડેસ્કબોર્ડ પર પોલીસ અને આર્મી લખેલા બોર્ડ લગાવીને નીકળતાં પોલીસે તેની અટકાયત કરી છે, જ્યારે તેની સામે રાજ્ય સેવકની ખોટી ઓળખ ઉભી કરવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.

જામનગરની ટ્રાફિક શાખાના પી.આઇ. એમ.બી.ગજ્જર તથા પી.એસ.આઇ. બી.જે.તીરકર તથા ટ્રાફિક શાખાના અન્ય સ્ટાફ દ્વારા ગઈકાલે સાંજે સાત રસ્તા નજીક પેટ્રોલીંગમાં હતા. જે દરમિયાન સર્કલ પાસે પુલના નીચેના ભાગે એક શકાસ્પદ ઈસમ કાળા કાચ વાળી બ્લેક કલરની કારમાં આગળના ડેસ્કબોર્ડના ભાગ પર "પોલીસ" લખેલું બોર્ડ મૂકેલું હોય, જે અંગે પૂછપરછ કરતાં પોતે પોલીસ અથવા કોઈ રાજ્ય સેવક ન હોવા છતાં પોલીસ તરીકેની ખોટી ઓળખ ઊભી કરી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.

આથી પોલીસે કાર ચાલકને અટકાયતમાં લીધો હતો, અને તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ સિધ્ધરાજસિંહ જગતસિંહ ચાવડા (ઉંમર વર્ષ 26) અને ખંભાળિયામાં યોગેશ્વર નગર વિસ્તારમાં રહેતો હોવાનું જણાવ્યું હતું. પોલીસ દ્વારા ઉપરોક્ત કાર કબજે કરી લેવામાં આવી છે, અને તેની સામે જામનગરના સીટી "સી" ડિવિઝનપોલીસ સ્ટેશનમાં ટ્રાફિક શાખાના પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રતિપાલસિંહ સોઢાએ ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના અનુસંધાને પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.આર.ડાંગરે કાર ચાલક સામે આઈ.પી.સી. કલમ 170 તથા એમ.વી.એક્ટ કલમ 170, 177 મુજબ ગુન્હો નોધ્યો છે, અને તેમાં આરોપીની અટકાયત કરી લીધી છે.


Google NewsGoogle News