Get The App

જામનગરમાં રણજીતસાગર રોડ પર બેકાબુ કાર ચાલક રેકડી અને વીજ પોલ સાથે ટકરાયો, રેકડીનો કચ્ચરઘાણ અને કાર ચાલક ઈજાગ્રસ્ત

Updated: May 6th, 2024


Google NewsGoogle News
જામનગરમાં રણજીતસાગર રોડ પર બેકાબુ કાર ચાલક રેકડી અને વીજ પોલ સાથે ટકરાયો, રેકડીનો કચ્ચરઘાણ અને કાર ચાલક ઈજાગ્રસ્ત 1 - image


Accident in Jamnagar : જામનગરમાં રણજીત સાગર રોડ પર ગઈકાલે મોડી સાંજે એક કાર ચાલક બેકાબુ બન્યો હતો અને માર્ગની સાઈડમાં બંધ પડેલી એક રેકડીમાં ટકરાયા બાદ એક વીજ પોલ સાથે પણ ટકરાયો હતો જેમાં રેકડીનો ભૂક્કો બોલી ગયો હતો અને કાર તેમજ વીજપોલને પણ નુકસાની થઈ હતી. સાથોસાથ કારચાલક પણ ઘાયલ બન્યો હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર ગઈકાલે રવિવારે સાંજના સમયે જી.જે.10 ડી.એન. 9644 નંબરની બલેનો કારનો ચાલક બેકાબુ બન્યો હતો, અને પોતાની કાર પરથી કાબુ ગુમાવી બેઠો હતો. જેણે પોતાની કાર પુરઝડપે ચલાવી માર્ગની સાઇડમાં બંધ પડેલી એક રેકડી સાથે અથડાવી દીધી હતી, જેના કારણે રેકડીનો ભૂકકો બોલી ગયો હતો.ત્યારબાદ એક વીજ પોલ સાથે પણ ટકરાઈ હોવાથી ગયો હતો, અને  વિજ પોલ અને કારમાં પણ ભારે નુકસાની થઈ હતી.

આ અકસ્માતના બનાવમાં કાર ચાલક પણ ઈજાગ્રસ્ત બન્યો હોવાથી તેને આસપાસના વિસ્તારના લોકોએ કારમાંથી બહાર કાઢી લઇ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિટી એ. ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો, અને સમગ્ર અકસ્માતના બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News