જામનગરના દરબારગઢ વિસ્તારમાં વીજબિલના બાકી નાણાં વસૂલવા માટેની વિજતંત્ર દ્વારા ઝુંબેશ

Updated: Mar 6th, 2024


Google NewsGoogle News
જામનગરના દરબારગઢ વિસ્તારમાં વીજબિલના બાકી નાણાં વસૂલવા માટેની વિજતંત્ર દ્વારા ઝુંબેશ 1 - image


વીજબિલના નાણાં ભરવામાં ઠાગાઠૈયા કરતા વીજ ગ્રાહકોને ત્યાં રિકવરી માટેની ટુકડીને દોડાવાઇ વીજ કનેક્શન કટ સહિતની કાર્યવાહી

જામનગર,તા.06 માર્ચ 2024,બુધવાર

જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા વીજબિલના નાણાં નહીં ભરનારા વીજ ગ્રાહકો સામે પગલાં લેવા માટેની કાર્યવાહીનો આજથી પ્રારંભ કરાયો છે. 

આગામી 31 માર્ચને અનુલક્ષીને વીજબીલના નાણાની રિકવરીની ઝુંબેશને વેગવંતી બનાવવાના ભાગરૂપે જામનગર શહેરના દરબારગઢ વિસ્તારમાં રહેતા વીજ ગ્રાહકોઝ કે જે લોકોની લાંબા સમયથી વીજબિલની રકમ બાકી છે, તેવા વીજ ગ્રાહકોના ઘેર ઘેર ચેકિંગ ટુકડીને દોડાવવામાં આવી રહી છે. તેઓ પાસેથી સ્થળ પર જ બિલના નાણાંની વસુલાત કરવા માટેની કામગીરી હાથ કરવામાં આવી છે. ઉપરાંત જો કોઈ નાણાં ભરવામાં ઇન્કાર કરે, તો તેઓના વીજ જોડાણ કટ કરી વિજ મીટર ઉતારી લેવા માટેની પણ પ્રક્રિયાઓ હાથ ધરાતાં નાણા નહીં ભરનારા તત્વોમાં ફફડાટ મચી ગયો છે.


Google NewsGoogle News