Get The App

જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ના ઉપયોગ સામે ઝુંબેશ: ચાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું: 4,900 નો દંડ

Updated: Sep 29th, 2024


Google NewsGoogle News
જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક ના ઉપયોગ સામે  ઝુંબેશ: ચાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરાયું: 4,900 નો દંડ 1 - image


જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વોર્ડમાં પ્લાસ્ટિક પ્રતિબંધ અંગેની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન મહાનગરપાલિકાના અધિકારીઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં તપાસ કરી હતી, અને પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચતા વેપારીઓ સામે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન કુલ 4 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું અને આવા વેપારીઓ પાસેથી કુલ રૂ. 4,900/-નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. 

મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની કાર્યવાહી શહેરમાં પ્લાસ્ટિકના ઉપયોગને રોકવા અને પર્યાવરણને સ્વચ્છ રાખવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. આગામી દિવસોમાં પણ મહાનગરપાલિકા દ્વારા આ પ્રકારની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.


Google NewsGoogle News