Get The App

જામનગરમાં વેપારી યુવાન પર કોર્ટ કેસ પાછો ખેંચવાના મામલે ધોકા વડે હુમલો

Updated: May 16th, 2024


Google NewsGoogle News
જામનગરમાં વેપારી યુવાન પર કોર્ટ કેસ પાછો ખેંચવાના મામલે ધોકા વડે હુમલો 1 - image

image : Freepik

Jamnagar Court News : જામનગરમાં હિંગળાજ ચોક વિસ્તારમાં રહેતા એક વેપારી યુવાન પર ચેક પાછો ખેંચવાના મામલે ધમકી આપી ધોકા વડે હુમલો કરાયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઈ છે. પોલીસ આરોપીને શોધી રહી છે.

 આ હુમલાના બનાવની વિગત એવી છે કે જામનગરના પવનચક્કી વિસ્તારમાં રહેતા મોહિત સુભાષભાઈ નંદા નામના 31 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પવનચક્કી વિસ્તારમાં જ રહેતા સચિન પ્રવીણભાઈ નંદા સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી વેપારી દ્વારા આરોપી સચિન નંદા સામે જામનગરની અદાલતમાં ચેક રિટર્ન અંગેની ફરિયાદ નોંધાવી હતી, જે કેસમાં સમાધાન કરી લેવા અને કોર્ટ કેસ પાછો ખેંચવા માટે આરોપીએ દબાણ કરી હુમલો કરવા અંગે પોલીસમાં જાહેર થયું છે. આરોપી સચિન નંદા ભાગી છૂટ્યો હોવાથી પોલીસ તેને શોધી રહી છે.


Google NewsGoogle News