જામનગરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રક્ષાબંધનના પર્વની પૂર્વ સંધ્યાએ બહેનના ઘરમાં ઇંગલિશ દારૂ સંતાડનાર ભાઈ પકડાયો
image : Freepik
જામનગર,તા.30 ઓગસ્ટ 2023,બુધવાર
જામનગરમાં રહેતા એક શખ્સ કે જેણે પોતાના બહેનના ઘરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો સંતાડવા અંગે પકડી પાડયો છે અને 20 નંગ દારૂની બોટલોનો જથ્થો કબ્જો કર્યો છે.
આ દરોડાની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં રહેતો નરેન્દ્રસિંહ ભુપતસિંહ રાઠોડ કે જેના બહેન સેજલબા કે જેઓ પંચેશ્વર ટાવર નજીક વંડા ફળીમાં રહે છે. જેમના ઘરે તેણે ઈંગ્લીશ દારૂની બોટલોનો જથ્થો સંતાડ્યો હતો. રક્ષાબંધનના પર્વની પૂર્વ સંધ્યાએ પોલીસને જાણ થઈ જતાં પોલીસે દરોડો પાડી દારૂનો જથ્થો કબજે કર્યો છે, અને નરેન્દ્રસિંહ રાઠોડની અટકાયત કરી છે. ઉપરાંત આ દારૂનો જથ્થો જામનગરના મયુર સિંહ ગુમાનસિંહ જાડેજાએ સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.