જામનગરમાં બનાસકાંઠાથી કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો પકડાયો
Image Source: Freepik
જામનગરમાં એક કાર મારફતે બનાસકાંઠાથી ઘુસાડવામાં આવી રહેલો 228 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો સીટી એ. ડિવિઝન પોલીસે પકડી પાડ્યા છે, અને કાર અને દારૂ સાથે જામનગરના એક શખ્સ ની અટકાયત કરી છે, જ્યારે દારૂના સપ્લાયર બનાસકાંઠાના થરાદ ગામના એક બુટલેગરને ફરારી જાહેર કરાયો છે.
આદરોડા ની વિગત એવી છે કે જામનગરના સિટી એ. ડિવિઝનના પોલીસ સ્ટાફને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગરમાં ગોકુલ નગર વિસ્તારમાં રહેતો ગુમાનસિંહ ઉર્ફે ધનો તખુભા જાડેજા નામનો શખ્સ કાર મારફતે જિલ્લા બહારથી ઇંગ્લિશ દારૂ નો જથ્થો લઈને આવી રહ્યો છે, જે બાતમીના આધારે વોચ ગોઠવી ઉપરોક્ત શખ્સને આંતરી લીધો હતો, તેની કારની તલાસી લેતાં કારમાંથી 228 નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે કાર અને ઇંગલિશ દારૂ વગેરે મળી રૂપિયા 2,14,000ની માલમત્તા કબ્જે કરી છે, અને આરોપી ગુમાનસિંહ જાડેજા ની અટકાયત કરી લઈ તેની સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે.
પોલીસ પૂછપરછ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના થરાદ ગામના કિરણ નામના એક શખ્સ પાસેથી ઉપરોક્ત દારૂ ન જથ્થો લઈને આવ્યો હોવાની કબુલાત આપતાં પોલીસે તેને ફરારી જાહેર કરી તપાસ નો દોર થરાદ સુધી લંબાવ્યો છે.