જામનગરમાં કાલાવડ પાસે નદીમાં તણાઈ ગયેલા રાજકોટના અગરબતીના વેપારીનો મૃતદેહ સાંપડ્યો , અન્ય એકનો બચાવ

Updated: Jul 18th, 2024


Google NewsGoogle News
જામનગરમાં કાલાવડ પાસે નદીમાં તણાઈ ગયેલા રાજકોટના અગરબતીના વેપારીનો મૃતદેહ સાંપડ્યો , અન્ય એકનો બચાવ 1 - image

image : Pixabay

Jamnagar Drowning Case : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામની નદીમાં તણાઈ ગયેલા રાજકોટના અગરબત્તીના વેપારીનો મૃતદેહ ભારે શોધ ખોળ પછી ગઈકાલે મોડી સાંજે નદીમાંથી મળી આવ્યો છે. અગરબત્તીનો વેપાર કરવા માટે કાલાવડ પંથકમાં બે વેપારી મિત્રો આવ્યા પછી તણાઈ જતાં એકનું મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે તેના મિત્રનો બચાવ થયો હતો. કાલાવડની ફાયર શાખાની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો.

આ બનાવની વિગત એવી છે કે રાજકોટમાં શિવમ પાર્ક વિસ્તારમાં રહેતો અને અગરબત્તીનો વેપાર કરતા મૂળ ધોરાજીના વતની હરપાલસિંહ ચતુરસિંહ જટ નામના 28 વર્ષના વેપારી કે જેઓ પરમદિવસે પોતાના મિત્ર નરેન્દ્રભાઈ મોહનભાઇ અમરાણી સાથે બાઈકમાં બેસીને અગરબત્તીનો વેપાર કરવા માટે કાલાવડ પંથકમાં આવ્યા હતા.

જે દરમિયાન 26 મી તારીખે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં કાલાવડ તાલુકાના મકાજી મેઘપર ગામમાં આવેલી નદીના વોકળામાં બાઈક સાથે તણાવા લાગ્યા હતા. જેમાં નરેન્દ્રભાઈ સલામત રીતે સામે કાંઠે પહોંચી ગયા હતા. જ્યારે હરપાલસિંગ બાઇક સહિત પાણીમાં તણાયા હતા.

જેની ભારે શોધખોળ પછી ગઈકાલે મોડી સાંજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો, અને કાલાવડ ફાયર બ્રિગેડની ટુકડીએ મૃતદેહને બહાર કાઢી કાલાવડ ગ્રામ્ય પોલીસને સુપ્રત કર્યો હતો. જ્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ બનાવના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News