જામનગર શહેર-જિલ્લામાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ

Updated: Mar 11th, 2024


Google NewsGoogle News
જામનગર શહેર-જિલ્લામાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ 1 - image


- તમામ શાળાઓમાં આચાર્ય-શિક્ષક ગણ દ્વારા વિદ્યાર્થીઓને મીઠા-મોઢાં કરાવાયા: તેમજ શુભકામનાઓ પાઠવાઇ

જામનગર,તા.11 માર્ચ 2024,સોમવાર

જામનગર શહેર અને જિલ્લામાં આજે તા.11 માર્ચ અને સોમવાર થી ધો.10 અને ધો.12 ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ ગયો છે. અને તમામ શાળાઓમાં આચાર્ય- શિક્ષક ગણ, તેમજ વાલીઓ દ્વારા અને ખાનગી શાળાના ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીઓના મીઠા મોઢાં કરાવાયા હતા, જ્યારે સારા પેપર જાય તે માટે વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

જામનગર શહેર-જિલ્લામાં આજથી ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ 2 - image

જામનગર માં  ધો.10માં 16,885 વિદ્યાર્થીઓ નોંધાયા છે. તેમાં 13,437 રેગ્યુલર વિદ્યાર્થીનો સમાવેશ થાય છે. ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં ગ્રુપ-એમાં 701 અને ગ્રુપ-બીમાં 1375 મળી કુલ 2076 વિદ્યાર્થી તેમજ ધો.12 (સામાન્ય પ્રવાહ) માં કુલ 9456 વિદ્યાર્થીઓ નોંધાયા છે, તેમાં 7706 રેગ્યુલર વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

સ્થાનિક શીક્ષણ વિભાગ દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. સીસી ટીવી કેમેરાની દેખરેખ હેઠળ તેમજ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ આ પરીક્ષાઓ લેવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓ પણ આજે પરીક્ષાને પૂર્ણ તૈયારીઓ કરીને આવી ચૂક્યા હતા અને તમામ શાળાઓમાં પ્રવેશ મેળવવા માટે કતાર લગાવી હતી, અને બોર્ડની પરીક્ષાઓનો ઉત્સાહ ભેર પ્રારંભ થઈ ગયો છે.


Google NewsGoogle News