Get The App

કોંગ્રેસનાં ભ્રષ્ટાચાર સામે જામનગર શહેરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન

Updated: Dec 10th, 2023


Google News
Google News
કોંગ્રેસનાં ભ્રષ્ટાચાર સામે જામનગર શહેરમાં ભાજપનું વિરોધ પ્રદર્શન 1 - image


- જામનગર શહેરના બન્ને ધારાસભ્ય- મેયર- શહેર જિલ્લાના પ્રમુખ સહિતના આગેવાનો જોડાયા

જામનગર, તા. 10 ડિસેમ્બર 2023, રવિવાર

કોંગ્રેસ અને તેના આગેવાનો દ્વારા દેશની અંદર જે ભ્રષ્ટાચાર થયા છે, તેનો વિરોધ પુરા દેશમાં થઈ રહ્યો છે, જેના ભાગરૂપે આજે  ચાર વાગ્યે અટલ ભવન જીલ્લા ભાજપ કાર્યાલય થી જનતા ફાટક  ખાતે જીલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટી પરિવાર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું .

કોંગ્રેસ નાં સાંસદ ધીરજ સાહુ અને તેના સાગરીતોનાં 225 કરોડનાં કૌભાંડો અંગે આજે આ કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં  જામનગર જીલ્લા ભાજપના અધ્યક્ષ રમેશભાઈ મુંગરા તથા જીલ્લા ભાજપના મહામંત્રી  દિલીપભાઈ ભોજાણી, પ્રવિણસિંહ જાડેજા  અભિષેક પટવા શહેર ભાજપના પ્રમુખ  ડો.વિમલભાઈ કગથરા તથા મહામંત્રી વિજયસિંહ જેઠવા  મેરામણ ભાઈ ભાટુ,  પ્રકાશભાઈ બાંભણીયા જામનગર શહેર ના બંને ધારાસભ્યો શ્રીમતી રિવાબા જાડેજા, અને  દિવ્યેશભાઈ અકબરી જામનગર શહેરના મેયર વિનોદભાઈભાઈ ખીમસૂર્યા ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીનાં  ચેરમેન  નિલેશભાઈ કગથરા શાસક પક્ષ નેતા આશિષભાઈ જોષી સહીત શહેર જીલ્લા ભાજપના હોદેદારો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા.


Tags :
JamnagarBJPProtestCongressCorruption

Google News
Google News