જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવાઇ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News
જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવાઇ 1 - image


- નગરના મેયર-ધારાસભ્ય સહિતના હોદ્દેદારો શહેર ભાજપ સંગઠનના હોદ્દેદારોએ મહાત્મા ગાંધીને નમન કર્યા

જામનગર,તા.02 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બીજી ઓક્ટોબરે મહાત્મા ગાંધીને જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે ચાંદી બજાર વિસ્તારમાં આવેલી પૂજ્ય મહાત્મા ગાંધી બાપુની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી મહાત્મા ગાંધીજીને નમન કર્યા હતા.

 

જામનગરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધી જયંતિની ઉજવણી નિમિત્તે મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવાઇ 2 - imageનગરના મેયર વિનોદ ખીમસુરીયા, જામનગર શહેરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને રિવાબા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડો.વિમલ કગથરા, શાશક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા ઉપરાંત શહેર ભાજપના મહામંત્રી વિજયસિંહ જેઠવા, પ્રકાશ બાંભણિયા, સહિતના હોદ્દેદારોએ પૂજ્ય મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પૂજ્ય બાપુને નમન કર્યું હતું.

 આ વેળાએ શહેર ભાજપ સંગઠનના અન્ય કોર્પોરેટર સહિતના હોદ્દેદારો જોડાયા હતા. સાથોસાથ જામનગરના એક વરીષ્ઠ નાગરીકે મહાત્મા ગાંધીજીની વેશભૂષા ધારણ કરી હતી, અને તેઓ પણ સાથે જોડાયા હતા. તેમની સાથે ભાજપના સર્વે હોદ્દેદારોએ તસવીર પડાવી પૂજ્ય મહાત્મા ગાંધીને યાદ કર્યા હતા.


Google NewsGoogle News