જામનગર નજીક દરેડ વિસ્તારમાં શિક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો ભોગ લેવાયો

Updated: May 10th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક દરેડ વિસ્તારમાં શિક્ષા અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક ચાલક યુવાનનો ભોગ લેવાયો 1 - image


Accident in Jamnagar : જામનગર નજીક દરેડ વિસ્તારમાં ગઈકાલે સાંજે બાઈક અને રીક્ષા છકડા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર પર પ્રાંતિય યુવાનનો ભોગ લેવાયો છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક દરેડ વિસ્તારમાં રાંદલ માતાજીના મંદિર પાસે હાઇવે રોડ પર પુરઝડપે આવી રહેલા એક અજાણ્યા રીક્ષા છકડાના ચાલકે એક બાઈકને હડફેટમાં લઈ લેતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બાઈક સવાર જામનગરમાં રહેતા હોશિયારસિંહ જુલ્ફીકાર હીરા નામના 45 વર્ષના પરપ્રાંતિય શ્રમિક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ અકસ્માતના બનાવ અંગે મૃતકના મિત્ર સંજય દેવરાજભાઈ વિરાણીએ પોલીસને જાણ કરતાં પંચકોશી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહનો કબજો સંભાળ્યો છે, અને અકસ્માત સર્જનાર અજાણ્યા રીક્ષાચાલકની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News