જામનગરમાં રણજીત સાગર રોડ પર સ્કૂટર સ્લીપ થઈ જતા સ્કૂટર ચાલકનું હેમરેજ થઈ જવાથી અપમૃત્યુ

Updated: Oct 4th, 2023


Google NewsGoogle News
જામનગરમાં રણજીત સાગર રોડ પર સ્કૂટર સ્લીપ થઈ જતા સ્કૂટર ચાલકનું હેમરેજ થઈ જવાથી અપમૃત્યુ 1 - image

જામનગર,તા.4 ઓક્ટોબર 2023,બુધવાર

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા એક યુવાનને રણજીતસાગર રોડ પર સ્કૂટર સ્લીપ થઈ જવાના કારણે અકસ્માત નડ્યો હતો, અને હેમરેજ થવાથી કરુણ મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ પોરબંદરના વતની અને હાલ જામનગરમાં રણજીત સાગર રોડ પર રિદ્ધિ સિદ્ધિ એપાર્ટમેન્ટમાં રહેતાં દિલીપભાઈ ટપુભાઈ નામના 35 વર્ષના રબારી યુવાન પોતાનું સ્કૂટર લઈને રણજીતસાગર રોડ પરથી પસાર થઈ રહયા હતા,જે દરમિયાન સાધના કોલોનીના ઢાળિયા પાસે તેનું સ્કૂટર એકા એક સ્લીપ થઈ જતાં અકસ્માત નડ્યો હતો, અને માથામાં હેમરેજ થવાથી ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.

 આ બનાવ અંગે મૃતકના પત્ની રાજીબેન દિલીપભાઈ રબારીએ પોલીસને જાણ કરતાં સિટી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતથી કાર્યવાહી હાથ ધરી છે.


Google NewsGoogle News