જામનગર નજીક ખાડો બચાવવા જતાં બાઈક ચાલક પૂલની રેલિંગ સાથે અથડાયો

Updated: Jul 13th, 2024


Google NewsGoogle News
જામનગર નજીક ખાડો બચાવવા જતાં બાઈક ચાલક પૂલની રેલિંગ સાથે અથડાયો 1 - image


Accident in Jamnagar : જામનગરમાં લાલપુર બાયપાસ નજીક ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે, જે સ્થળે પૂલની રેલિંગ માટેના પતરા લગાવવામાં આવ્યા છે. જ્યાંથી પસાર થઈ રહેલા એક બાઈક ચાલક યુવાન ગઈકાલે રાત્રે રોડનો ખાડો બચાવવા જતાં એકાએક સ્લીપ થઈ ગયો હતો, અને પતરાની રેલિંગ સાથે ટકરાઈ ગયો હતો.

 જે અકસ્માતમાં બાઈક ચાલક ગંભીર સ્વરૂપે લોહી લુહાણ થઈને માર્ગ પર પડ્યો હતો. દરમિયાન ત્યાંથી પસાર થનારા અન્ય વાહનચાલકોએ તરતજ 108ની ટીમને સ્થળ પર બોલાવી લીધી હતી, અને ઇજાગ્રત યુવાનને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં પહોંચાડ્યો હતો. જ્યાં તેની સધન સારવાર ચાલી રહી છે. જે મામલે પંચકોશી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Google NewsGoogle News