જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર બોલેરોની હડફેટે બાઈકચાલકનું મોત
Jamnagar Accident : જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસે બોલેરો કેમ્પર વેન તથા બાઈક વચ્ચેના અકસ્માતમાં જોગવડ ગામના વતની નરસિંહભાઈ હીરાભાઈ લાઠીયાને ગંભીર ઇજા થવાથી સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક જોગવડ ગામમાં રહેતા અને મિસ્ત્રી કામ કરતા નરસિંહભાઈ હીરાલાલભાઈ લાઠીયા નામના 55 વર્ષના નામના પ્રૌઢ ગઈકાલે પોતાનું બાઈક લઈને જામનગર ખંભાળિયા ધોરી માર્ગ પર જોગવડ ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી જી.જે.10 ટી.એક્સ. 3739 નંબરની મહેન્દ્રા બોલેરોના ચાલકે હડફેટમાં લઈલેતા ગંભીર ઇજા થઈ હતી અને નરસિંહભાઈને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન તેઓનું મૃત્યુ નીપજ્યું હતું.
આ અકસ્માતના બનાવ અંગે મૃતક બાઈક ચાલકના પુત્ર ભાવિન નરસિંહભાઇએ પોતાના પિતાને ઠોકરે ચડાવી મૃત્યુ નીપજાવવા અંગે જી.જી.10 ટી.એક્સ.3739 નંબરની બોલેરો પીકપ વેનના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર મરનાર નરસિંહભાઈ લાઠીયા પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન હતું બોલેરો ચાલક ઠોકરે ચડાવી અને ભાગી છૂટ્યો હોવાથી તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.