Get The App

જામનગરના જિલ્લા કલેકટર બીજલ શાહને મોડી રાત્રે માઈનર હાર્ટ એટેક આવતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા

Updated: Jan 25th, 2024


Google NewsGoogle News
જામનગરના જિલ્લા કલેકટર બીજલ શાહને મોડી રાત્રે માઈનર હાર્ટ એટેક આવતાં જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા 1 - image


- જી.જી. હોસ્પિટલના ડીન, અધિક્ષકની ટીમ ખડે પગે: હાલ તબિયતમાં સુધારો

- જોડીયાના બાદનપરમાં આવતીકાલે ધ્વજ વંદના કાર્યક્રમ માટે સરકાર દ્વારા નવી વ્યવસ્થા કરાશે

જામનગર,તા.25 જાન્યુઆરી 2024,ગુરૂવાર

જામનગરના જિલ્લા કલેક્ટર બીજલ શાહને ગઈકાલે મોડી રાતે તેઓના ઘેર માઈનર હાર્ટ એટેક આવ્યો હતો, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 

જિલ્લા કલેકટર બીજલ શાહને ગઈ રાત્રે એકાએક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાની ફરિયાદ કરી હતી, જેથી કાર્ડિયોગ્રામ વગેરેની ચકાસણી અર્થે તેઓને તાત્કાલિક અસરથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલનું આઈ.સી.સી.યુ. વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા, જયાં જી.જી. હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો.તિવારી, ડીન ડો.નંદીની દેસાઈ, ઉપરાંત ડો.એસ.એન.ચેટરજી સહિતના સિનિયર તબીબોની ટીમ હાજર રહી હતી, અને તેઓની તાત્કાલિક સારવાર કરવામાં આવી હતી.

હાલ તેઓની તબિયતમાં સુધારો છે, અને 24 કલાક માટે જી.જી. હોસ્પિટલના આઇ.સી.સી.યુ. વિભાગમાં ઓબ્ઝર્વંમાં રાખવામાં આવ્યા છે.

 આવતીકાલે 26 જાન્યુઆરીએ જોડીયા તાલુકાના બાદનપર ગામમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો છે, જેમાં જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજ વંદન રાખવામાં આવ્યો હતો, પરંતુ તેઓ હાલ હોસ્પિટલમાં દાખલ હોવાથી રાજ્ય સરકાર દ્વારા નવી વ્યવસ્થા કરવામાં આવશે,અને નવું નામ નક્કી થયા પછી ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાશે તેમ જાણવા મળી રહ્યું છે.


Google NewsGoogle News