Get The App

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહનનો પ્રસંગ : જામનગરમાં વિશ્વની સૌથી ઉંચી હોલિકાના પૂતળાની તડામાર તૈયારી

Updated: Feb 28th, 2023


Google NewsGoogle News
અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહનનો પ્રસંગ : જામનગરમાં વિશ્વની સૌથી ઉંચી હોલિકાના પૂતળાની તડામાર તૈયારી 1 - image


- જામનગરનો ભોઈસમાજ વર્ષોથી બનાવે છે વિશ્વની સૌથી ઉંચી હોલિકાનું પૂતળું: તડામાર તૈયારી

જામનગર,તા.28 ફેબ્રુઆરી 2023,મંગળવાર

જામનગરમાં આગામી તારીખ 6.3.2023ને ફાગણ સુદ પૂનમના દિવસે શાક માર્કેટ વિસ્તારમાં વિશ્વનો સૌથી મોટો હોલિકા ઉત્સવ ઉજવાશે.

જામનગરમાં શ્રી ભોઈજ્ઞાતિ દ્વારા પ્રતીવર્ષની જેમ આવર્ષ પણ વિશ્વ વિખ્યાત હોલિકા મહોત્સવ 2023 નું ભવ્ય અને દિવ્ય આયોજન થવા જઈ રહીયું છે, જેના કન્વિનર તરીકે પરમ અતુલભાઈ દાઉદીયા, તેમજ સહ કન્વિનર તેમના પિતા અતુલભાઈ પરસોત્તમભાઈ દાઉદીયા અને સમગ્ર ગ્રુપને જવાબદારી સોંપવામાં આવી છે.

સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલી કથા-વાર્તા આધારિત ભક્ત પ્રહલાદ અને હોલિકા ફઈબાની કથા આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે શ્રી ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આજ થી 67 વર્ષ પહેલાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો.

અસત્ય ઉપર સત્યની જીતને ઉજાગર કરતો પ્રસંગ એટલે હોલિકા દહનનો પ્રસંગ : જામનગરમાં વિશ્વની સૌથી ઉંચી હોલિકાના પૂતળાની તડામાર તૈયારી 2 - image

એક તરફ ભગવન વિષ્ણુનો પરમ ભક્ત પ્રહલાદ, જ્યારે બીજી તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા ભક્ત પ્રહલાદના પિતા હિરણ્ય કશ્યપ અને પ્રહલાદના ફઈબા એટલે કે હોલિકા ફઈબા ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુની ભક્તિ છોડાવવા અનેક પ્રકારના તર્ક વિતર્ક કરવામાં આવ્યા છે. જેમાંનો છેલ્લો તર્ક એટલે કે હોલિકા ફઈબાનું દહન, અને પ્રહલાદનો આબાદ બચાવ સાથે જ અસત્ય ઉપર સત્યની જીતનો એક યાદગાર પ્રસંગ છે.

ભોઈસમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવવા માટે એક મહિના પહેલાથી તૈયારીઓ માં લાગી જાય છે, અને પ્રકૃતિને અનુરૂપ સામગ્રી જેમાં ઘાસ, લાકડું, કોથળા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેન્ટ, કપડાં વગેરે ચીજ વસ્તુનો ઉપયોગ કરી એક વિશાળ હોલિકાનું  પૂતળું બનાવે છે. જેનું વજન અંદાજીત 4 ટન જેટલું હોય છે. જ્યારે ઉંચાઈ લગભગ 25 ફુટ જેટલી હોય છે.

આ વિશાળ પુતળાને લઈને વાજતે ગાજતે ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી શુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકાચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે. હોલિકા બનાવવા ભરતભાઈ ગોંડલીયા માર્ગદર્શન પૂરું પાડે છે, જ્યારે હોલિકાના આભૂષણો બનાવવા અલ્પેશભાઈ વારા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પી.ઓ.પી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે, અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે. સાંજના સમયે આમંત્રિત મહેમાનોના હસ્તે હોલિકાનું દહન કરવામાં આવે છે.

આગામી તારીખ 6.3.2023 ને  સોમવારના સાંજના સમયે હોલિકાનું દહન કરાશે, અને હજારોની સંખ્યામાં લોકો હોલિકા માતાને નિહાળવા ઉપસ્થિત રહેશે..અને અસત્ય ઉપર સત્યની જીતના પ્રસંગના લોકો સાક્ષી બનશે.આમ સમગ્ર વિશ્વને સનાતન ધર્મનો સાક્ષાતકાર કરાવતો હોલિકા મહોત્સવ ભોઇજ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા ઉજવવામાં આવે છે. જેની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.


Google NewsGoogle News