જામનગરમાંથી ચોરાઉ મોબાઈલ ફોન સાથે ભાવનગરનો તસ્કર પકડાયો

Updated: Apr 25th, 2024


Google NewsGoogle News
જામનગરમાંથી ચોરાઉ મોબાઈલ ફોન સાથે ભાવનગરનો તસ્કર પકડાયો 1 - image

image : Freepik

Mobile Theft Case Jamnagar : જામનગરમાં ખોડીયાર કોલોની શાક માર્કેટ વિસ્તારમાંથી મૂળ ભાવનગરના વતની એક શખ્સને ચોરાઉ મોબાઈલ ફોન સાથે એલસીબીની ટુકડીએ ઝડપી પાડ્યો છે. જેણે સિટી એ. ડીવીઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.

 જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ખોડિયાર કોલોની શાકમાર્કેટ એરિયામાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન મૂળ ભાવનગરનો વતની અને હાલ ઢીંચડા રોડ પર રહેતો મહાવીરસિંહ નરેન્દ્રસિંહ સરવૈયા કે જેને ચોરાઉ મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો. તેની પૂછપરછ કરાતાં તેને જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાંથી તાજેતરમાં ઉપરોક્ત મોબાઇલ ફોનની ચોરી કરી હોવાની કબુલાત આપી છે.


Google NewsGoogle News