Get The App

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા ગૌવંશને કતલખાને મોકલવાના પ્રકરણના ફરાર આરોપીને પકડી લેવા કરાઇ રજૂઆત

Updated: Nov 3rd, 2021


Google NewsGoogle News
જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા ગૌવંશને કતલખાને મોકલવાના પ્રકરણના ફરાર આરોપીને પકડી લેવા કરાઇ રજૂઆત 1 - image

જામનગર,તા.3 નવેમ્બર 2021,બુધવાર

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાંથી 5 મહિના પહેલાં ગૌવંશને કતલખાને મોકલવા અંગેના પ્રકરણમાં મુખ્ય સૂત્રધાર નાસ્તો ફરે છે, જે હાલ ધ્રોળ પંથકમાં ખુલ્લેઆમ ભટકતો હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ દ્વારા આરોપીને પકડી લેવા જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે.

જામનગર જિલ્લાના ધ્રોલ પંથકમાં ગૌરક્ષા ટીમ દ્વારા સોયલ ટોલનાકા પાસેથી 10 મહિના પહેલાં એક વાહનમાં કતલખાને લઇ જવાતા 13 ગૌવંશને છોડાવ્યા હતા, ઉપરાંત ધ્રોલ પોલીસ મથકમાં ગુન્હો દાખલ કર્યા પછી ધ્રોળ પોલીસ સ્ટેશનમાં આ બાબતે નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જામનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ- બજરંગ દળ દ્વારા ગૌવંશને કતલખાને મોકલવાના પ્રકરણના ફરાર આરોપીને પકડી લેવા કરાઇ રજૂઆત 2 - image

જે પ્રકરણમાં જયસુખ પરમાર નામના શખ્સને ફરાર જાહેર કરાયો છે, જે ને હજુ સુધી પોલીસે પકડ્યો નથી. ઉપરોક્ત આરોપી હાલ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. જેને પકડી લઇ તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે જામનગરના વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારો દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું છે, ઉપરાંત જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી છે. બજરંગ દળના સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજક રવિરાજસિંહ જાડેજા, જામનગર શહેર મંત્રી સુબ્રમણ્યમ પીલ્લે તેમજ બજરંગ દળ જિલ્લા સંયોજક વિક્રમસિંહ વાળા અને શહેર સંજય સંયોજક વિમલભાઈ જોશીની રાહબરી હેઠળ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ઉપરોક્ત આરોપીને પકડી લઇ તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે.


Google NewsGoogle News