જામનગરના ગુરુદ્વારામાં વૈશાખી પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ : શીખ-સિંધી સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા

Updated: Apr 13th, 2024


Google NewsGoogle News
જામનગરના ગુરુદ્વારામાં વૈશાખી પર્વની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ : શીખ-સિંધી સમાજના ભાઈઓ-બહેનો બહોળી સંખ્યામાં જોડાયા 1 - image


Baisakhi Parva Jamnagar : જામનગરમાં ગુરુદ્વારા ખાતે વૈશાખી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શીખ, સિંધી સમાજના ભાઈઓ-બહેનો અને મોટી સંખ્યામાં ધર્મપ્રેમીઓ જોડાયા હતા.  

જામનગરના ગુરુદ્વારા ગુરુ સિંઘ સભામાં વૈશાખી પર્વની હર્ષો ઉલ્લાસથી ઉજવણી થઈ હતી. જે અંતર્ગત આજે ગુરુદ્વારામાં સવારે 10.30 વાગે સેહજ પાઠ સાહેબની સમાપ્તિ કરાઈ હતી.  અને ત્યારબાદ રાજસ્થાનના ગંગાનગરના પ્રખ્યાત જ્ઞાની દિલીપસિંઘજી દ્વારા ભક્તો માટે કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારપછી શબ્દ કીર્તનનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ગુરુગ્રથ સાહેબને પ્રાર્થના કરી માથું ટેકવી ધન્યતા અનુભવી હતી.

પંજાબના આનંદપુર સાહેબ દ્વારા આજના દિવસે ખાલસા પંથની સ્થાપના થઇ હતી, અને આજે વૈશાખીના દિવસથી પંજાબના ખેડૂત પોતાના ખેતરોમાં  (ઘઉંની ફસલ કાપવામાં) ઘઉં લણવાની શરૂઆત કરવામાં આવે છે, અને ખેડૂત ભગવાન પાસે પ્રાર્થના કરે છે. કે દેશના ખેડૂતનું આ વર્ષ ખુબ જ સારું જાય,  વૈશાખી પર્વમાં ગુરુદ્વારામાં શબ્દ કીર્તન અને કથાનું આયોજન કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ 'ગુરુકા લંગર' પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં હજોરોની સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા અને જામનગરમાં ગુરુદ્વારામાં આ પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.


Google NewsGoogle News