જામનગરમાં હિન્દી સીને જગતના અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ ગરબાની જમાવટ કરીને દર્શકોમાં જગાવ્યું આકર્ષણ

Updated: Oct 16th, 2023


Google NewsGoogle News
જામનગરમાં હિન્દી સીને જગતના અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ ગરબાની જમાવટ  કરીને દર્શકોમાં જગાવ્યું આકર્ષણ 1 - image

- સાંસદ પૂનમબેન માડમની પ્રેરક ઉપસ્થિતિ

જામનગર,તા.16 ઓક્ટોબર 2023,સોમવાર

જામનગરનાં સાંસદ પૂનમબેન માડમનાં આમંત્રણને માન આપીને બોલીવુડનાં ખ્યાતનામ અભિનેતા આયુષ્યમાન ખુરાના જામનગરમાં પ્રમુખ ગરબા મહોત્સવોમાં અતિથી થયા હતા. જે અંતર્ગત એમ.પી.શાહ કોમર્સ કોલેજનાં ગ્રાઉન્ડમાં યોજાતી સહિયર નવરાત્રિમાં સાંસદ પૂનમબેન માડમ સાથે અભિનેતા આયુષ્યમાન ખુરાના અતિથી થયા હતાં. આયુષ્યમાન ખુરાના ગરબા નિહાળી રોમાંચિત થઇ ગયા હતાં. પંજાબી મૂળનાં અભિનેતા ગુજરાતી ગરબાનાં તાલે ઝૂમતા જોવા મળતા ભારતની વિવિધતામાં એકતાનો સિદ્ધાંત ઉત્સવની સાક્ષીએ સાર્થક થયો હતો. મહોત્સવનાં એન્કર તીર્થા ઉપાધ્યાયે આયુષ્યમાનને ગરબા સ્ટેપ શીખવાડ્યા હતાં. અભિનેતાએ તેની આગવી છટામાં ગરબે ઝૂમી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા હતાં. સહિયર નવરાત્રિનાં 'બેટી બચાવો બેટી પઢાઓ' તથા દિકરીઓને દત્તક લેવાની સેવા પ્રવૃત્તિથી અભિનેતા પ્રભાવિત થયા હતાં તેમજ આયોજક રીટાબેન સંજયભાઈ જાની તથા તેમની ટીમની પ્રશંસા કરી હતી.

 ઉપરાંત જામનગરની કલાપ્રેમી જનતાને બોલીવુડ સ્ટાર આયુષ્માન ખુરાના સાથે દાંડિયા રાસ વચ્ચેની મુલાકાત સંદર્ભે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ નો આભાર વ્યક્ત કરાયો હતો.


Google NewsGoogle News