Get The App

જામનગરના ચેલા પાસે આવેલા એસ.આર.પી કેમ્પ 17 ખાતે ટીબી, રક્તપિત, એનીમિયા, વાહકજન્ય રોગ વિશે જાગૃતતા કાર્યક્રમ યોજાયા

Updated: Apr 23rd, 2024


Google News
Google News
જામનગરના ચેલા પાસે આવેલા એસ.આર.પી કેમ્પ 17 ખાતે ટીબી, રક્તપિત, એનીમિયા, વાહકજન્ય રોગ વિશે જાગૃતતા કાર્યક્રમ યોજાયા 1 - image


Jamnagar News : જામનગરના ચેલા પાસે આવેલ એસ.આર.પી. કેમ્પ 17 ખાતે કેમ્પના 251 અધિકારી અને જવાનોને ટીબી રોગ, રક્તપિત રોગ, એનિમિયા (લોહીની કમી) તેમજ વાહકજન્ય રોગ જેવાકે મલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, ફાઈલેરિયા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. 

જામનગરના ચેલા પાસે આવેલા એસ.આર.પી કેમ્પ 17 ખાતે ટીબી, રક્તપિત, એનીમિયા, વાહકજન્ય રોગ વિશે જાગૃતતા કાર્યક્રમ યોજાયા 2 - image

મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એચ ભાયા, જીલ્લા ક્ષય અધિકારી ડો.પ્રેમકુમાર કન્નર, આર.સી.એચ.ઓ ડો.નુપુર પ્રસાદ અને તાલુકા હેલ્થ ઓફિસર ડો.જીગ્નેશ પટેલના માર્ગદર્શન હેઠળ કામ કરતા ડી.એસ.બી.સી.સી ચિરાગભાઈ પરમાર દ્વારા અધિકારી અને જવાનોને એમીનીયા મુક્ત ભારત અંતર્ગત કુપોષણને કારણે એનીમિયા વધતો જાય છે તેને અટકાવવા પોષાય યુક્ત આહાર અંગે તેમજ ટીબી રોગના લક્ષણો જેવા કે બે અઠવાડિયા થી વધારે ઉધરસ આવવી, ભૂખ ન લાગવી કે વજન ઘટવો, સાંજના સમયે જીણો તાવ આવે જેવા ટીબી રોગના લક્ષણો હોય અને દર્દીને શું કાળજી રાખવી જોઈએ તેને અટકાવા માટે શું કરવું જોઈએ ટીબીનું નિદાન, તપાસ અને સારવાર તમામ આરોગ્ય કેન્દ્રમાં વિનામૂલ્યે આપવામાં આવે છે. દર્દીને સરકાર દ્વારા નિ-ક્ષય પોષણ યોજના હેઠળ ટીબીના તમામ દર્દીને રૂપિયા 500 ની સહાય આપવામાં આવે છે તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના દરેડના આરોગ્ય કર્મચારી એમ.પી.એચ.એસ પંડ્યાભાઈ અને ચેલાના એમ.પી.એચ.ડબ્લ્યુ વિજયભાઈ સોન્દરવા દ્વારા વાહકજન્ય રોગ મલેરિયા, ડેન્ગ્યું, ચીકનગુનિયા, ફાઈલેરિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. મચ્છરની ઉત્પતિ અટકાવવા માટે પાણીના ભરેલા બિન જરૂરી પાત્રો ખાલી કરવા અથવા કપડા થી હવા ચુસ્ત રીતે ઢાકી રાખવા અંગે માહિતી આપી અને પત્રિકા વિતરણ કરવામાં આવ્યું 

જામનગરના ચેલા પાસે આવેલા એસ.આર.પી કેમ્પ 17 ખાતે ટીબી, રક્તપિત, એનીમિયા, વાહકજન્ય રોગ વિશે જાગૃતતા કાર્યક્રમ યોજાયા 3 - image

આ કાર્યક્રમ એસ.આર.પી. કેમ્પ 17 ના ઇન્ચાર્જ કમાન્ડન્ટ એન.એમ.પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો તેમજ પ્રતિભાવ આપવામાં આવ્યો અને આવા આરોગ્ય જાગૃતતાના  કાર્યક્રમ અવારનવાર થાય તે અંગે આવકાર આપ્યો હતો.

Tags :
JamnagarTBLeprosyHealth-Camp

Google News
Google News