જામનગરના એરપોર્ટ પર ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી કરાઈ

Updated: Aug 5th, 2024


Google NewsGoogle News
જામનગરના એરપોર્ટ પર ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ઉજવણી કરાઈ 1 - image


Aviation Safety Week : બ્યુરો ઓફ સિવિલ એવિએશન અને એરપોર્ટ ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા દ્વારા ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહની ભારતમાં ઉજવણી થઈ રહી છે. હવાઈ યાત્રાને સુરક્ષિત બનાવવાના નક્કર અને સફળ આયામોને લક્ષમાં રાખીને તારીખ ૫ થી ૧૧ ઓગસ્ટ ૨૦૨૪ દરમિયાન આ ઉડ્ડયન સુરક્ષા સંસ્કૃતિ સપ્તાહ ની ઉજવણી જામનગર એરપોર્ટ ખાતે પણ થઈ રહી છે.

હવાઈ યાત્રાને સુરક્ષિત તથા વિશ્વસનીય બનાવવાની પ્રતિબદ્ધતા ને અનુલક્ષીને સિવિલ એનક્લેવ,એરપોર્ટ ઓથોરિટીઝ ઓફ ઇન્ડિયા જામનગર એરપોર્ટનાં ડાયરેક્ટર ધનંજય કુમાર સિંઘનાં નેતૃત્વમાં એરપોર્ટ ઓથોરિટી સ્ટાફ, ગુજરાત પોલીસ સ્ટાફ, એરલાઇન્સ સ્ટાફ તથા અન્ય એજન્સીઓએ શપથ લીધી હતી.


Google NewsGoogle News