જામનગર શહેરમાંથી ચોરાઉ મોબાઈલ ફોન સાથે રીક્ષા ચાલક પકડાયો

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
જામનગર શહેરમાંથી ચોરાઉ મોબાઈલ ફોન સાથે રીક્ષા ચાલક પકડાયો 1 - image


Image Source: Freepik

જામનગરમાં શાકમાર્કેટ વિસ્તારમાં તાજેતરમાં એક મોબાઈલ ફોનની ચોરી થઈ હતી, જે ચોરાઉ મોબાઈલ ફોન સાથે એક રીક્ષા ચાલકને પોલીસે ઝડપી લીધો છે, અને ચોરાઉ મોબાઇલ ફોન કબજે કરી લીધો છે.

જામનગરમાં બચુ નગર વિસ્તારમાં રહેતો અને રીક્ષા ડ્રાઇવિંગ કરતો સબીર હુસેન કાસમભાઇ સરવરીયા નામનો રીક્ષાચાલક શાક માર્કેટ વિસ્તારમાં શંકાસ્પદ હાલતમાં ફરી રહ્યો છે, જે બાતમીના આધારે સીટી એ. ડિવિઝન પોલીસે તેને ઝડપી લીધો હતો, અને તેની તલાસી લેતાં તેના કબજામાંથી એક ચોરાઉ મોબાઇલ ફોન મળી આવ્યો હતો. પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાની મદદના આધારે તેને ઝડપી લેવાયો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News