જામનગરમાં 48 નંગ દારૂની બોટલ સાથે રીક્ષા ચાલક ઝડપાયો

Updated: Feb 4th, 2024


Google NewsGoogle News
જામનગરમાં 48 નંગ દારૂની બોટલ સાથે રીક્ષા ચાલક ઝડપાયો 1 - image


Image Source: Freepik

જામનગર, તા. 04 ફેબ્રુઆરી 2024, રવિવાર

જામનગર માથી 48 નંગ ઈંગ્લીશ દારૂ ની બોટલ નાં જથ્થા સાથે પોલીસે એક શખ્સ ને ઝડપી લીધી હતી જ્યારે અન્ય એક શખ્સ નું નામ ખુલવા પામ્યું હતું.

જામનગરમાંથી પસાર થતા એક રિક્ષામાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી ના આધારે પોલીસે વોચ ગોઠવીને એક સીએનજી રીક્ષા ને આંતરી હતી અને તાલાસી લેતા તેમાંથી 48 નંગ દારૂ ની બોટલ નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા 24 હજાર કીમત  નો દારૂ કબજે કરી રિક્ષા ચાલક સતીશ લક્ષ્મીદાસ ગજરા (.26) ( રે. ઓધવરામ નગર)ની ધરપકડ કરી હતી. જ્યારે આરોપી ની પૂછપરછમાં રમેશ ઉર્ફે રામલો મંગલદાસ હરવરાનું નામ ખુલવા પામ્યું હતું. આથી પોલીસે બંને સામે ગુનો નોંધી રમેશ હરાવરાની શોધખોળ શરૂ કરી છે.



Google NewsGoogle News