જામનગરના વૃદ્ધાનું રૂ. 5000ની રોકાડ ભરેલ પાકીટ તથા મોબાઈલ ફોન લઈને રીક્ષા ચાલક ગાયબ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
જામનગરના વૃદ્ધાનું રૂ. 5000ની રોકાડ ભરેલ પાકીટ તથા મોબાઈલ ફોન લઈને રીક્ષા ચાલક ગાયબ 1 - image


Image Source: Freepik

જામનગરના એક વૃદ્ધા રિક્ષામાં બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યા ત્યારે રસ્તામાં ખરીદી કરવા ઊભા રહેતા પોતાનો મોબાઈલ અને 5000ની રોકાડ ભરેલ પાકીટ રિક્ષામાં રાખ્યા હતા. જે લઈને રીક્ષા ચાલક નાસી ગયો હતો.

જામનગરના રાંદલ નગર વિસ્તારમાં રહેતા જયાબા ટપુભા જાડેજા તાં. તારીખ ૪ ના રોજ રિક્ષામાં પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે વિકાસગૃહ માર્ગે. રીક્ષા ઉભી રાખીને તેઓ ખરીદી કરવા ગયા હતા આ દરમિયાન પોતાના રૂપિયા 1000ની કિંમત નો મોબાઈલ ફોન અને રૂ. 5000ની રોકડ રકમ ભરેલ પાકીટ રિક્ષામાં રાખ્યું હતું દરમ્યાન તેઓ પરત ફરતા સુધી મા રિક્ષા ચાલક નાસી ગયો હતો. આ અંગે જયાબા જાડેજા એ પોલીસnમાં ફરિયાદ નોંધાવી છે.


Google NewsGoogle News