જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 10 દિવસના મીની વેકેશન બાદ નવી જણસ થી યાર્ડ ફરીથી ઉભરાયું

Updated: Apr 2nd, 2024


Google NewsGoogle News
જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 10 દિવસના મીની વેકેશન બાદ નવી જણસ થી યાર્ડ ફરીથી ઉભરાયું 1 - image


Hapa Marketing Yard : જામનગરનું હાપા માર્કેટિંગ યાર્ડ ગત 22 માર્ચ બંધ થયું હતું અને દસ દિવસના મીની વેકેશન બાદ ગઈકાલથી નવી જણસની આવક શરૂ થતાં હાપા માર્કેટિંગ યાર્ડ ફરીથી ઉભરાયું છે.

 આશરે 1,400 કરોડનું ટર્નઓવર ધરાવતા હાપા યાર્ડની ગત વર્ષની શેસની આવક 7 કરોડ જેટલી થવા જાય છે, અને 31 માર્ચને લઈને યાર્ડમાં હરાજીની પ્રક્રિયાઓ 10 દિવસ માટે બંધ રાખવામાં આવી હતી.

 જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં 10 દિવસના મીની વેકેશન બાદ નવી જણસ થી યાર્ડ ફરીથી ઉભરાયું 2 - image

દરમિયાન ગઈકાલથી નવી જણશની આયાત શરૂ કરી દેવામાં આવી છે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન ધાણા, જીરું, ચણા, રાયડો મગફળી સહિતની જુદી જુદી જણસની આવક થઈ હતી, અને સમગ્ર યાર્ડ પુનઃ ધમધમતું થઈ ગયું છે. રાત્રિ ભર સુધી યાર્ડમાં આવક ચાલુ રહી હતી.

 ત્યારબાદ આજે સવારથી ખાસ કરીને ચણા, રાયડો, ધાણા સહીતના સોદાઓ શરૂ થયા હતા, અને હરાજીની પ્રક્રિયાઓનો પુનઃ પ્રારંભ થયો છે. જેમાં અનેક વેપારીઓ ઉત્સાહ દાખવી રહ્યા છે.


Google NewsGoogle News