જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાન પર હુમલો: આઠ શખ્સો સામે ફરિયાદ

Updated: Jan 10th, 2024


Google NewsGoogle News
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા યુવાન પર હુમલો: આઠ શખ્સો સામે ફરિયાદ 1 - image

image : Freepik

જામનગર,તા.10 જાન્યુઆરી 2024,બુધવાર

જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં પણ ગઈકાલે મારામારીનો એક બનાવ બન્યો હતો, અને ગુલાબ નગર વાંજાવાસમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા ફિરોજભાઈ દાઉદભાઈ ગંઢાર નામના 45 વર્ષના યુવાન પર 8 જેટલા શખ્સોએ ધોકા પાઈપ વડે હુમલો કરી ઇજા પહોંચાડી હોવાથી તેમજ તેને રિક્ષામાં બેસાડીને બળજબરીપૂર્વક તેના ઘર પાસે લઈ જઈ ફરીથી માર માર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જે ફરિયાદના અનુસંધાને બેડી મરીન પોલીસ સ્ટેશનના મહિલા પી.એસ.આઇ. એમ.એલ.ઓડોદરાએ ગુલાબનગર વિસ્તારમાં રહેતા અબ્બાસ ભગાડ, અસગર સંઘાર અને તેના અન્ય પાંચ સાગરીતો સામે હુમલા અંગેની તેમજ રાયટીંગની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જ્યારે તમામ આરોપીઓ ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવાઈ રહી છે.


Google NewsGoogle News